નખત્રાણા તાલુકાનાં નિરોણા ગામમાં એક તરફા પ્રેમમાં કાકાએ ભત્રીજી ઉપર છરીથી કર્યો જાનલેવા હુમલો.
નખત્રાણા તાલુકાનાં નિરોણા ગામમાં એક તરફા પ્રેમમાં કાકાએ પોતાની ભત્રીજી પર છરી વડે હુમલો કરી પોતાને પણ છરી ભોક્તા બંને કાકા-ભત્રીજીને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા નખત્રાણા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ હંસાબેન આતુ મહેશ્વરી એ ફરિયાદ નોંધાવી હતી. નખત્રાણા તાલુકાનાં નિરોણા ગામમાં તળાવવાસમાં રહેતા ફરિયાદીને તેના કાકા કાનજી ઉર્ફે પ્પપન ગીગાભાઈ મહેશ્વરીએ કમરની ડાબી બાજુએ છરી ભોક્તા ઇજા પહોંચાડી હતી.ફરિયાદમાં નોંધાવ્યા અનુસાર કાકાએ તેની ભત્રીજીને કહ્યું હતું કે તૂ મને પ્રેમ કેમ નથી કરતી. અને ભૂંડી ગાળો આપીને છરીથી હુમલો કર્યો હતો. ફરિયાદી ઉપર હુમલો કર્યા પછી આરોપીએ પોતાની ઉપર છરીથી વાર કરીને ઇજાઓ પહોંચાડી હતી.ત્યારે બંને કાકા-ભત્રીજીને સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે નખત્રાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નખત્રાણા પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદ ઉપરથી આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તેની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.