છાત્રોના વિકાસ અને તેઓના હિત માટે સતત કાર્યરત એવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સેમેસ્ટર પ્રથાનો વિરોધ કરી અને તેને સત્વરે દૂર કરવા બાબતે કચ્છ કલેક્ટર શ્રીને આવેદન અપાયું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છાત્રોના હિત તથા તેમના વિકાસ માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું સંગઠન છે તેમાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદ જગાવવાની સાથે સાથે વિદ્યાર્થી હિતના પ્રશ્નો માટે લડતું રહ્યું છે જે અંતર્ગત વર્તમાન શેક્ષિણક પ્રણાલીમાં કોલેજોમાં સેમેસ્ટર પ્રથા સંદતર નિષ્ફળ નિવડી છે ત્યારે છેલ્લા વર્ષ ભરથી વિદ્યાર્થી પરિષદ સેમેસ્ટર બંદ કરવા આંદોલન ચલાવી રહ્યું છે જે અંતર્ગત સહિ અભિયાન,પોસ્ટકાર્ડ અભિયાન તથા લેખિત રજૂઆત પણ કરેલ છે. સેમેસ્ટર સિસ્ટમના કારણે જે વર્ગખંડ શિક્ષણ ૯૦ દિવસનું થતું તે ૪૦-૫૦ દિવસનું જ મળે છે.પરિણામો સમયસર આવતા નથી. C.B.C.S.માત્ર નામનું જ છે.કોઈ કોલેજ ચોઈસ આપતી નથી આવી વિવિધ ખામીઓના કારણે સેમેસ્ટર સિસ્ટમનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરોધ કરીને તથા સત્વરે દૂર કરવા કચ્છ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપીને માંગ કરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.