કચ્છ જિલ્લાના મુંદરા ખાતે આખલાઓના ત્રાસ દિવસા દિવસ વધતો રહ્યો છે ત્યારે ફરી એક વાર મુંદરાના બારોઈ રોડ ઉપર આખલાઓના આતંક જોવા મળ્યો.
મુંદરામાં આખલાઓના આતંકથી લોકો ઘણા પરેશાન થઈ રહયા છે ત્યારે મુંદરાના બારોઈ રોડ ઉપર ખુલ્લેઆમ કરતાં આખલાઓ વચ્ચે લડાઈ જોવા મળે છે. તેવામાં જ ગઈ કાલે બારોઈ રોડ ઉપર અચાનક આખલાઓ વચ્ચે લડાઈ શુરૂ થઈ હતી. માણસોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને અફરા તફરી મચી ગઈ હતી. આ આખલાઓની લડાઈ ૩૦ મિનિટ સુધી ચાલુ રહી હતી. અને રોડ ઉપર વાહનોની ટ્રાફિક જોવા મળી હતી.આ પહેલા પણ આદર્શ ટાવર પાસે આખલાઓની લડાઈમાં વાહનોને નુકશાન થયું હતું.ચાર દિવસ પહેલા બારોઈ રોડ ઉપર આખલાની લડાઈના કારણે પોતાની રોજીરોટી કમાતા પાઉભાજી વાળાની લારીને પણ નુકશાન થયું હતું. આ બાબતે વારંવાર તંત્ર પાસે રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આખ આડા કાન કરી રહ્યા છે તો લોકોની આ સમસ્યાનો ઉકેલ કયારે આવશે ? જ્યારે કોઈ માણસની જાન હાની થશે ત્યારે ? જેથી આ આખલાઓ દ્વારા કોઈનો જીવ જશે તો તેની જવાબદારી કોની ?
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.