થાનગઢ: જુગાર રમતા 7 શખ્સો LCBના સકંજામાં

સુરેન્દ્રનગર: રવિવારે વગડીયા રોડ પર ખુલ્લે આમ જુગઠું રમતા હોવાની ખબર પડતાં સ્થાનિક પોલીસ ને બદલે જીલ્લા ની બ્રાન્ચને મળતા સફળ છાપો મારી 1.50 લાખ જેટલા મુદ્દામાલ સાથે 7 ઇસમો ને પકડી પાડ્યા છે. વગડીયા રોડ , ITI પાછળ હાર-જીત જુગાર રમતા હોવાની ખબર મળતા LCB પીઆઈ ડી.એમ.ઢોલ ને મળતા ટીમ ને સુચના આપતા સ્ટાફના અમરકુમાર કનુભા તથા અનિરુદ્ધસિંહ ભરતસિંહ પો.કોન્સ અનિરુધસિંહ તથા સંજયસિંહ ધનશ્યામસિંહ ને બાતમીની હકીકત મળેલ છે, કે બાલાભાઇ બેચરભાઇ ઉકેડીયા ( કોળી ) રહે.થાનગઢ વાળાની વગડીયા રોડ પર આવેલ ITI ના પાછળના ભાગે આવેલ સરાણ નામની રેલ્વે પાટા નજીક આવેલ વાડીના દરવાજા સામે ખુલ્લે આમ અમુક ઇસમો ગોળ કુંડાળું વળી હાર-જીત નો જુગાર રમતા નજરે ચડેલ
ખબર પડતાં જ છાપો મારી રોકડા રૂા .96,030 / – તથા મોબાઇલ નંગ -2 કી.રૂા .3,000 / – તથા મોટર સાયકલ નંગ -2 કી.રૂા .40,000 / – તથા અન્ય મુદામાલ મળી કી.રૂા .1,43,030 / – નો મુદામાલ સાથે સાત ઇસમો કનુભાઇ જીવાભાઇ ખવડ , જય અંબે સોસાયટી, અયોધ્યા ધામ સોસાયટી, દિલીપભાઇ ગેલાભાઇ પારધી ( અનુ.જાતિ ) રહે.થાનગઢ જુનો વાસ, બાલાભાઇ , બેચરભાઇ ઉકેડીયા ( ચુ.કોળી) રહે.થાનગઢ, સાદુળભાઇ મેરૂભાઇ પરમાર ( ભરવાડ ) રહે.થાનગઢ, શૈલેષકુમાર વલ્લભભાઇ કાપડીયા ( પટેલ ) રહે . ચોટીલા ( કાઠી દરબાર ) રહે.થાનગઢ, પટેલ સોસાયટી, ઉષા કાંટા પાછળ, , જુનો ભરવાડ વાસ, હરદેવસિંહ નવલસિંહ ઝાલા ( દરબાર ) રહે.થાનગઢ , અનિરૂધ્ધસિંહ સરદારસિંહ ઝાલા ( દરબાર ) રહે.થાનગઢ ધુઘા ગેરેજ પાસે વાળાઓ પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂા .96,030 / – તથા ગંજીપાના નંગ – પર કી.રૂા .20 / 00 તથા મોબાઇલ નંગ -2 કી.રૂા .7,000 / – તથા મોટર સાયકલ નંગ -2 કી.રૂા .40,000 / – મળી કી.રૂા .1,43,030 / – ના મુદામાલ સાથે પોલીસના સકંજામાં.