મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા આજ રોજ એક અસ્થિર મગજના વ્યક્તિને ૧૦ વર્ષે પોતાના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું

બગોદરા: મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા ઈશ્વર દિન સિંહ ને પોતાના પરિવાર માં મિલન કરાવવામાં આવ્યું ઈશ્વર દિન સિંહ છેલ્લા ૧૦દિવસથી મંગલ મંદિર માનવ સેવા પરિવાર માં સારવાર લઈ રહ્યા હતા અને તેમણે પોતાનું સરનામું મધ્ય પ્રદેશ બતાવતા સંસ્થા ના પ્રમુખ દિનેશભાઈ લાઠી યા તથા રીતુબેન વર્મા તથા ત્યાંની પોલીસ ની મદદ થી તેમના દીકરાનો કોન્ટેક્ટ થયો અને તે અહી આવવા નીકળ્યા પણ ટ્રેન ના મળતા તે પોતાની બુલેટ લઈ ને નીકળ્યા અને સંસ્થામાં આવી તેને પોતાના પિતાને જોયા તો તેમણે ખૂબ આનંદ થયો.

દીકરાને પિતા અને પત્નીને પતિ મળ્યા તેથી પરિવાર તથા મંગલ મંદિર માનવ સેવા પરિવાર માં ખુશી છવાઈ ગઈ હતી.

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર