ઉપલેટા સિવિલ હોસ્પિટલ ના નવા બનાવેલ બિલ્ડીંગ ના લોકાર્પણ કાર્યક્રમનું ઓનલાઈન લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

44083a33-7848-4a64-87bb-e61bbb54f9d9

ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે આંખના સર્જન ડૉ. ખ્યાતિ કેશવાલા ઉપલેટા તેમજ તાલુકાની દરેક જનતા માટે ખુબજ નિષ્ઠા થી કાર્ય કરી રહ્યા છે અને ખાસ કરીને આંખ ના દરેક ઓપરેશન માં ખુબજ તેમણે  નામના મેળવેલી છે ત્યારે આ બધા ઓપરેશનો માટે આધુકીક ઉપકરણો ની ખાસી જરૂરત જણાતા અને એક અલગજ વિભાગ ઉભો કરવા માટે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ ના ચેર પ્રસન્ન નલિનીબેન સોલંકી તેમજ સોલંકી પરિવાર તરફથી સ્વ.ઉકાભાઈ સોલંકીની યાદમાં સિવિલ હોસ્પિટલ ઉપલેટા ને રૂ! 2500000 (પચીસ લાખ)નું અનુદાન કરી નવા આધુનિક સાધનો વિકસાવી વિલ્ડીંગ નું કલરકામ તેમજ ફર્નિચર બનાવી અત્યાધુનિક સુવિધાઓ થી સજ્જ બિલ્ડીંગ બનાવી આપી એક ઉમદા કાર્ય કરેલ છે.

આ કાર્યક્રમ ના લોકાર્પણ માટે ઉપલેટા ના દરેક સમાજના કાર્યકરો રાજકીય આગેવાનો તેમજ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ ના ટ્રસ્ટી ડો. પિયુષ ટોલિયા, ડૉ. તાત્યારાવ લોહણે, ડૉ. ભણજીભાઈ કુંડારિયા હાજર રહ્યા હતા અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા આ તમામ કાર્યક્રમનું ઓનલાઈન ઓપનિંગ કરી ઉપલેટાની જનતાને એક ઉત્તમ ભેટ આપી હતી.

રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા