ભચાઉ શહેરના ૧ વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

કોરોના વાયરસ કોવીડ-૧૯

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભચાઉ નગરપાલિકાના નવી ભચાઉ વિસ્તારમાં અજીતસિંહ ધમુભા ઝાલાના ઘરથી શ્રી સજનભા ઈદુભા જાડેજાના ઘર સુધીને તા.૩૦/૧૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભચાઉ-કચ્છ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી પી.એ.જાડેજા દ્વારા ફરમાવેલ છે.