જખૌ મધ્યે ફરી વખત સામે આવી PGVCL નલિયા ની બેદરકારી

જખૌ ના જાગૃત નાગરિક અબ્બાસ સૂયા દ્વારા તા :- 19/11/2020 ના રોજ નાયબ ઈજનેર શ્રી, PGVCL નલિયા ને સૂયા માતામ થી ભીભી માં ની દરગાહ સુધી વિજપોલ ના તાર નીચે નમી ગયા હોવાથી ઊંચા કરી આપવા બાબતની લેખિત રજુઆત કરવામાં આવી હતી. રજુઆત માં અરજદાર દ્વારા જણાવવામાં આવ્યો હતો કે, સૂયા માતામ ચોક થઈ ભીભી માં ની દરગાહ સુધી PGVCL ના વિજપોલ ના જીવતા તારો એકદમ નીચે નમી ગયા છે. જેથી ટ્રેકટર કે અન્ય વાહનો ગામની અંદર આવી શકતા નથી. તેમજ અરજદારે રજુઆતમાં જણાવેલ છે કે અમોએ આ જ મુદ્દે અગાઉ પણ રજુઆત કારેલ છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેના કારણે કાલે રાત્રે એક નમી ગયેલા તારો એક દમફર વાહન માં અથડાઈ ગયા હતા, જેથી તમામ નીચે નમી ગયેલાં જીવતા તારો સ્થાનિકોના આંગણો માં પડી ગયા હતા. સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. વિજપોલ પડી ગયા હોવાથી સ્થાનિકો માં ખૂબ જ ભારે ડર નું માહોલ સર્જાયો હતો, અને આજુ બાજુ વિસ્તાર ના તમામ રહેવાસીઓ રાત્રે રસ્તાઓ પર આવી ગયા હતા. જખૌ પોલીસ દ્વારા લોકોને શાંત કરવાની અને તેઓને સમજાવવાની ખુબજ સરાહનીય કાર્યવાહી કરવામાં આવી, જેથી સ્થાનિકો શાંત થયા હતા અને પોત પોતાના ઘરો માં પાછા ગયા હતા. આજે સવારે જ્યારે PGVCL નલિયા દ્વારા પડી ગયેલા વિજપોલ મુ સમારકામ કરવામાં આવ્યો ત્યારે તેઓ તૂટી ગયેલા જુના વીજ તારો સાથે કામ ચાલુ કર્યો હતો જેથી સ્થાનિકોએ જ્યાં સુધી નવા તારો લગાડવામાં નહિ આવે તેમજ તારો ને ઊંચા કરવામાં નહિ આવે ત્યાં સુધી કોઈ કામ કરવા નહિ દઈએ. સ્થાનિકોએ PGVCL ના અધિકારીઓને સ્થાનિક નીચે નમી ગયેલા તારો અને વાયરો દેખાડ્યા હતા, જે ખુબજ નીચે નમેલા હતા. સ્થાનિકોએ રજુઆત કરી અને કહ્યું જો ભવિષ્ય માં કોઇ પણ અનિચ્છનીય ઘટના ઘટશે તો સંપૂર્ણ જવાબદારી નલિયા PGVCL ની રહેશે.
રિપોર્ટ બાય: ઇકબાલ રાઠોડ (જખૌ)