ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય કૃષિ મંત્રી, તેમજ મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી

ગરીબોની કસ્તુરી એવી ડુંગળીના ભાવો આસમાને પહોંચી જતા ગત સપ્ટેમ્બર માસમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. હાલમાં ડુંગળીના ભાવો ઘટી ગયા છે. અને જિલ્લામાં 16,600 હેકટરમાં ડુંગળીનું વાવેતર થતા આગામી સમયમાં ડુંગળીનો વિપુલ પાક ઉત્પાદન થશે જેથી ભાવોમાં વધુ ઘટાડો થશે. અને ખેડૂતો ને પૂરતા ભાવ પણ નહીં મળે જેથી તાકીદે નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાની માંગ મહુવા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ દ્વારા કૃષિમંત્રીને રજુઆત કરી છે..
ભાવનગર જીલ્લો રાજ્યમાં ડુંગળીના ઉત્પાદનમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. જેમાં ખાસ મહુવા તાલુકો કે જ્યાં ખેડૂતો મોટી સંખ્યામાં ડુંગળીનું વાવેતર કરે છે. થોડા સમય અગાઉ ગરીબોની કસ્તુરી ગણાતી આ ડુંગળી ના ભાવો આસમાને પહોચ્યા હતા. અને ત્યારે ૨૦૦૦ રૂ.પ્રતિ મણના ભાવે વેચાણ થતું હતું. જેને લઇ ગત સપ્ટેમ્બરમાં સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેને લઇ ભાવો હવે ઘટ્યા છે. અને યાર્ડમાં ૨૦૦ રૂ.પ્રતિ મણના ભાવે વેચાણ થઇ રહ્યું છે. રવિપાકમાં ભાવનગર જીલ્લામાં ખેડૂતો દ્વારા ૧૬,૬૦૦ હેકટરમાં ડુંગળીનું વાવેતર કર્યું છે. જેને લઇ આગામી માર્ચમાં ડુંગળીનો મબલક પાક આ જીલ્લામાં તૈયાર થશે. પરંતુ પ્રમાણે હાલ ભાવો ઘટી રહ્યા છે. અને આગામી સમયમાં વધુ ઉત્પાદનને લઇ ભાવો હજુ ઘટશે અને ખેડૂતોને તેની નીપજના પૂરતા ભાવો પણ નહિ મળે ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે કેન્દ્રીય કૃષિ મંત્રી,મુખ્યમંત્રી સહિતના લોકોએ રાજયસરકારે લગાવેલો ડુંગળી નિકાસનો પ્રતિબંધ હટાવી લેવા માંગ કરી છે. જેથી ખેડૂતો પોતાની ડુંગળીને નિકાસ કરી પૂરતા પ્રમાણમાં ભાવ મેળવી શકે….
રીપોર્ટર:- ધર્મેશ મહેતા મહુવા