રાપર નગરપાલિકા ની સામાન્ય સભાની બેઠક યોજાઇ

રાપર: આજે રાપર નગરપાલિકા ના ટાઉનહોલ ખાતે રાપર નગરપાલિકા ના પ્રમુખ મહેશ્વરી બા ભીખુભા સોઢા ના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી જેમાં ઉપ પ્રમુખ પ્રવિણભાઈ ઠક્કર ચીફ ઓફિસર મેહૂલ જોધપુરા. હઠુભા સોઢા બળવંત ઠક્કર. હેતલ બેન માલી. નિલમબા વાધેલા. ગંગા બેન શિયારીયા. નરેન્દ્ર સોની. શકિના બેન રાઉમા મુળજી પરમાર શૈલેષ શાહ . દિનેશ ચંદે પુંજભાઈ ચૌધરી. કરશન ભુત.. સહિત ના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય સભામાં ગત મિટિંગ નિ કાર્યવાહી નોંધ નું વાંચન. વિવિધ સમિતિઓની રચના અંગે જુલાઇ 2020 થી સપ્ટેમ્બર 2020 સુધી ના ત્રણ માસિક આવક અને જાવક તથા ખર્ચ ના હિશાબો નું વાંચન. સ્વચ્છ ભારત મિશન વિવેકાધીન ગ્રાન્ટ. યુ. ડી. પી.
જમીન મહેસુલ તથા રૈડ રીસરફેસીંગ ગ્રાન્ટ ના ટેન્ડરો ને બહાલી આપવા અંગે. ફંદર મા નાણાં પંચ ના કામો અને ચુકવણા અંગે. જુદી જુદી નગરપાલિકા ની શાખા અને વિભાગો તરફ થી જે રજૂ થાય તે અરજી પત્રકો પરિપત્ર નું વાંચન અને તે પરથી કરવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઉપરાંત જુદા વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી અને નવા કામો ને બહાલી આપવામાં આવી હતી
સમગ્ર સામાન્ય સભા ની કાર્યવાહી ચીફ ઓફિસર મેહૂલ જોધપુરા. મહેશ સુથાર. દિનેશ સોલંકી. અરવિંદ ગુંસાઈ. નવધણ કટ મુકેશ વાધેલા. હકુભા સોઢા. કિશોર ઠકકર. ધર્મેન્દ્ર સિંહ જાડેજા વિગેરે એ સંભાળી હતી આગામી 31 ડીસેમ્બર ના નગરપાલિકા ના પ્રમુખ મહેશ્વરી બા ભીખુભા સોઢા ના સાસુ મોહન બા હરિસિંહ સોઢા ના સ્મરણાથે રાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર મા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નગરપાલિકા ના તમામ સભ્યો એ મોહન બા સોઢા. મહેન્દ્ ઠક્કર. રોશનીબેન માલીહસવદાસ પટેલ. દયારામ ભાઈ આદુઆણી. વિગેરે ના દૂઃખ દ અવશાન થતાં બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી આપવા મા આવી હતી.