વરસાણા: વીજવાયરને ટ્રક અડતા ડ્રાઈવરનું મોત

(અંજાર) અંજાર તાલુકાના વરસાણા અને ચાંદ્રાણી અકસ્માત ની બે ઘટના આવી સામે મળતી માહિતી અનુસાર અંજારના વરસાણામાં પોતાની ટ્રકની સર્વિસ કરાવીને નીકળ્યા હતા. પર પ્રાંતિય ચાલક ગોવિંદભાઈ મેમાશી નિશાત પોતાની ટ્રક લઈને રોડ પર આવતા હતા, ત્યારે ટ્રક વીજ વાયરને અડી જતાં ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો, જેમાં ૩ર વર્ષિય ગોવિંદભાઈનું મૃત્યુ થયું હતું. અંજાર પોલીસ સ્ટેશને અકસ્માત મોતની ઘટના દર્જ કરાયો હતો, જેને પગલે PSI એન.બી. ઝાલાએ આગળની કાર્યવાહી તજવીજ કરી હતી.તો બીજીતરફ અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે પ્રાથમિક શાળામાં કલર કામ કરતા રવિ સુરેશભાઈ કનોજીયા (ઉ.વ. ૩પ) (રહે તાલુકા લાઈન પાછળ, ભુજ)નું મોત થયું હતું. જયાં ફરજ પરના તબીબે દુધઈ પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો બનાવ દર્જ કરાયો હતો.
મળતી માહિતી મુજબ