જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાના અધ્યક્ષ સ્થાને સામન્ય સભા ખોલવામાં આવી હતી.
જિલ્લા પંચાયતની સામન્ય સભા પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ સામન્ય સભામાં ખાસ કરીને વિકાસના કામના મુદે વિપક્ષ અને સતાધારી જૂથના સભ્યો આમને સામને આવી ગયા હતા. એક તકે જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અરવિંદ પિંડોરીયાએ જ્યારે વિપક્ષી સભ્યો રજૂઆત કરતાં હતા ત્યારે ગેરવ્યાજબી શબ્દનું ઉચારણ કરતાં ભારે ગરમાગરમી જોવા મળી હતી. આ સામન્ય સભામાં જીલ્લા વિકાસઅધિકારી સી. જે. પટેલ , જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા ઉપપ્રમુખ , લક્ષ્મણસિહ સોઢા, કારોબારી ચેરમેન નવીન ઝરૂ શિક્ષણ સમિતિના અધ્યક્ષ, છાયાબેન ગઢવી, બાંધકામ સમિતિના ચેરમેન ભીમજી મેઘાણી , સલિમભાઈ જત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.