અંજારના મેઘપર-બો.માં ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું

અંજાર તાલુકાના મેઘપર-બોરીચીના ગ્રામજનો માટે લોકકલ્યાણકારી સુવિધાઓ પૈકી રૂ.18.55 લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ રાજયમંત્રી વાસણભાઇ આહિરનાન હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગ્રામ પંચાયતની જમીનના દાતા હરીભાઇ સોની અને વિરમભાઇ બોરીચાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. દરમ્યાન કોરોના મહામારી સમયે રાષ્ટ્રીય સેવામાં અમુલ્ય યોગ્દાન આપવા બદલ મેઘપર બોરીચી ગ્રામ પંચાયત દ્વારા રાજયમંત્રીના હસ્તે કોરોના યોદ્ધાઓને પ્રશસ્તિ પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા. આ તકે મેઘપર-બો. ગ્રામજનો સાથે અંજાર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ગોવિંદભાઇ ડાંગર, તાલુકા પંચાયત કારોબારી માજી ચેરમેન બાબુભાઇ મરંડ, ગોપાલભાઇ માતા, કાનજીભાઇ માતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.