ખંભાળિયામાં ૧૦૭ બોટલ વિદેશી દારૂ સાથે પિતા-પુત્ર સહિત ૩ ઝડપાયા

6def8a7d9c8cc4b708223bf1b0d4d5d187497343d5676ee9171f6dd419c44317

૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે પ્યાસીઓને દારૂ પુરો પાડવા બુટલેગરો ખેપ મારી રહયા છે. ત્યારે પોલીસ તેમના ઇરાદાઓને નિષ્ક્રિય કરી રહી છે.

ખંભાળિયા પોલીસે દરોડા દરમિયાન બુટલેગરે જુદી જુદી જગ્યાએ રાખેલો ૧૦૭ બોટલ વિદેશી દારૂ કાઢી બતાવતાં પોલીસે જપ્ત કરી ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.

માહિતી મુજબ ખંભાળિયાના ધરારનગરમાં રહેતો નવલ ઘેલા ગંઢ તથા તેનો પુત્ર દેવુ નવલ ગંઢ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ મંગાવી વહેચતો હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડતાં ઘરમાંથી વિદેશી દારૂની ૧૧ બોટલ કિ. રૂ.૪૪૦૦ની મળી આવતા પોલીસે મોબાઇલ સહિત પ૪૦૦ની મતા કબ્જે કરી પિતા-પુત્રની અટકાયત કરી હતી. જયારે અન્ય દારૂ કયાં છુપાવેલો હોવાની આકરી પુછપરછ કરતાં બાકીનો દારૂ કંચનપુર ગામની સીમમાં આવેલ દુલા વાલા ગંઢની વાડીમાં રાખ્યો હોવાનું જણાવતાં પોલીસે દરોડો કરતાં વાડીમાં વધુ ૯૬ બોટલ દારૂ સાથે દુલા વાલા ગંઢને ઝડપી લઇ કુલ ૩૮,૯૦૦નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.