વાંઢિયા સબ બ્રાન્ચ કેનાલથી વંચિત ગામોના આગેવાનોએ કેનાલની અધુરી કામગીરી પુર્ણ કરવા પ્રભારી મંત્રીશ્રી દિલીપ ભાઈ ઠાકોરને કરેલ ધારદાર રજુઆત….

કચ્છ શાખા નહેરમાંથી નીકળતી વાંઢિયા સબ બ્રાન્ચ કેનાલની નેશનલ હાઇવે સુધીની કામગીરી પુર્ણ થતા હજારો એકર જમીનમાં છેલ્લા ત્રણેક વર્ષ થયાં લોકપ્રિય ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અને ભાજપ આગેવાનશ્રી જનકસિંહ જાડેજાના સક્રિય પ્રયત્નોથી નર્મદા મૈયાના નીર વહી રહ્યા છે આથી ખેડુતોમાં ખુશીની લહેર ફેલાય રહેલ છે. નેશનલ હાઇવેના સત્તાધીશોના અસહકાર ભર્યા વલણથી તેમજ યોગ્ય સંકલનના અભાવે છેલ્લા ચારેક વર્ષથી નેશનલ હાઇવે ક્રોસિંગનું સ્ટ્રક્ચરની કામગીરી પુર્ણ નહિ થતા તેમજ હાઇવે પછી તુરતજ આવતા છાડ વાડા ગામના રેવન્યુ સર્વે નબર 825ની સંપાદિત કરવાની થતી જમીન નર્મદા વિભાગની વિવિધ જવાબદાર કચેરીઓના યોગ્ય સંકલનના અભાવે જમીન સંપાદિત થતી નથી તેથી કામ પુર્ણ થતું નથી, તદુપરાંત બાકીની જે કેનાલ પુર્ણ કરવામાં આવેલ છે તેમાં અતિવ્રષ્ટિના કારણે મસમોટું નુકશાન થયેલ છે તે નુકશાનની મરામતની કામગીરી પુર્ણ નહિ થતા આશરે 15000 એકરમાં સિંચાઈનો લાભ મળતો નથી આથી લાભીત ખેડુતોમાં રોષની લાગણી પ્રગટેલ છે અને જાણકાર ના મતે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણી માં આ વંચિત ગામો ચૂંટણીનો બહિષ્કાર કરે તેવા વાતાવરણનું નિર્માણ થઈ ચુક્યું છે , લાભિત ખેડુતોને સમયસર નર્મદાના નીર મળતા થાય તે માટે પરાક્રમસિંહ અમુભા જાડેજાની આગેવાની હેઠળ છાડવાડાના સરપંચશ્રી રામજીભાઈ આહિર, આમલિયારાના સરપંચશ્રી ગાંગજી ભાઈ આહિર , જંગીના સરપંચશ્રી રણછોડભાઈ આહિર, સામખીયાલીના આગેવાનશ્રી ચનાભાઈ આહિર, તેમજ દરેક ગામોના સક્રીય આગેવાનોની હાજરીમાં માંડવી મત વિસ્તારના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી દિલીપભાઈ ઠાકોરને ધારદાર રજુઆત કરતો પત્ર હાથોહાથ તારીખ 26મી ડિસેમ્બર 2020ના રોજ આપવામાં આવ્યો.. માનનીય મંત્રીશ્રીએ રજુઆત પરત્વે સત્વરે નિરાકરણ લાવવા હૈયા ધારણા આપવામાં આવેલ છે.. આ રજુઆત કરવામાં હરિસિંહ બહાદુરસિંહ જાડેજા, ગિરિરાજ સિંહ જાડેજા ,મયુરસિંહ જાડેજા,અને નિવૃત નર્મદા ઇજનેરશ્રી છગનભાઇ પરડવા સહભાગી બન્યા હતા તેવું પરાક્રમસિંહ જાડેજાની યાદીમાં જણાવેલ છે