કચ્છ જિલ્લા પંચાયતની યોજવામાં આવેલી સામાન્ય સભામાં ચુંટાયેલા અધિકારી તેમજ પદાધિકારીઓ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા.આ અધિકારીઓ માટે આ સામાન્ય સભા એક ગાર્ડન જેવુ સ્થળ બની રહ્યું.
ગુજરાતનાં સૌથી મોટા કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી જેમાં ૪૯૭.૮૬ કરોડની પુરાંતવાળા ૧૯૪૫.૮૯ કરોડની રકમના ત્રીજા અંદાજપત્ર ને રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ હાલ સમગ્ર કચ્છમાં પાણી,આરોગ્ય,તેમજ શૈક્ષણિક મુદ્દે કચ્છની પ્રજા ખૂબ જ ત્રસ્ત છે ત્યારે જિલ્લા પંચાયતમાં યોજાયેલી સામાન્ય સભામાં ચુંટાયેલા પદાધિકારી તેમજ અધિકારીઓ ૧૯૪૫.૮૯ કરોડના બજેટવાળી આ વાર્ષિક સામાન્ય સભામાં મોબાઈલ પર વ્યસ્ત જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે યોજાયેલી આ સામાન્ય સભા પણ ચુંટાયેલા પદાધિકારીઓ તેમજ અધિકારીઓ માટે એક ગાર્ડન જેવુ સ્થળ બની રહ્યું છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.