અમદાવાદમાં પાર્ક થયેલ લક્ઝરી બસોમાં આગ ભભૂકી ઉઠતાં બળીને થઈ રાખ

અમદાવાદ: ઘોડાસર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે મંગલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યાએ પાર્ક થયેલી લક્ઝરી બસોમાં આગ ભભૂકી હતી. તે પછી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી અને બે કરતા વધારે વાહનો ઘટના સ્થળે પહોંચી આગને બુજાવાઈ  હતી. આગને લીધે પાંચ લક્ઝરી બસો બળીને રાખ થઈ ગઈ છે, જ્યારે 2 લક્ઝરી અને એક કારને થોડું ગણું નુકસાન પહોંચ્યું હતું.

-મળતી માહિતી મુજબ