સમગ્ર દેશમાં મહિલા દિનની ઉજવણી હોંશભરે કરવામાં આવી તેવામાં જ ભુજના સખી વન સ્ટોપ સેન્ટરમાં પણ આ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી.
તા.૮.૩.૧૮ ના રોજ સમગ્ર દેશમાં આંતરાષ્ટ્રિય મહિલા દિન તરીકે તેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભુજ શહેરના સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પણ આ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિતે મહિલા પોલીસ સ્ટેશન અને એડવોકેટ મહિલાઓને બોલાવી ઉજવણી કરી હતી. અને મહિલાઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મહિલાઓ પોતાના પગ પર ઉભી થાય અને આગળ વધે તેમજ સ્વનિર્ભર બને તેવો દરેક મહિલાઓને સંદેશો આપવામાં આવ્યો હતો.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.