કંડલા પોર્ટના ગોડાઉનમાં આગ લાગવાથી ૭.૫૦ લાખના એરંડાની ભુસી સળગીને રાખ બની ગઈ.
કંડલા પોર્ટમાં આવેલ વેરહાઉસમાં કંપનીના ગોડાઉનમાં આગ લાગવાથી રૂ|.૭.૫૦ લાખના એરંડાનો ભુસો સળગીને રાખ બની ગયો હતો. જો કે સમય રહેતા આગની ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જેથી મોટું નુકસાન થવાથી બચી ગયું હતું. કંડલા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર દીનદયાલ પોર્ટ કંડલામાં આવેલ વેરહાઉસ નંબર ૪ માં સ્થિત અંબિકા વેરહાઉસ કંપનીના ગોડાઉનમાં ૭ હજાર મેટ્રીક ટન એરંડાની ભુસી ભરી હતી. ગોડાઉનની પાછળની સાઈડ આગ લાગતાં આગળની સાઇડથી મોટા ભાગનો ભુસાનો જથ્થો કાઢી લેવામાં આવ્યો હતો. ગોડાઉનમાં આગ ફેલાતાં રૂ|.૭.૫૦ લાખની કિંમતનો ૧૬૦ મેટ્રીક ટન ભુસો સળગીને રાખ બની ગયો હતો. જો કે પ્રશાસન દ્વારા સમય રહેતા આગની ઉપર કાબુ મેળવી લેતા મોટું નુકસાન થવાથી બચી ગયું હતું. આ એરંડાનો ભુસો પાલનપુર સહિતની જગ્યાઓથી લઈને અંહિયા રાખવામાં આવ્યો હતો. આગ લાગવાના કારણે ૭.૫૦ લાખનો ભુસો સળગીને રાખ થઈ ગયો. હોવાનું પોલીસે જણાવ્યુ હતું.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.