ભુજ ખાતે પોલિયો નાબુદી અભિયાન હાથ ધરવામાં આવ્યો,૫ વર્ષ સુધીના બાળકોને અવશ્યપણે પોલિયોના ટીપા પીવડાવવા માટે આહવાન કરાયું.
ભુજ મધ્યે પોલિયો નાબુદી અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.જિલ્લા આરોગ્ય સાખાના અધિકારીશ્રી પંકજભાઈ પાંડેએ જણાવેલ કે,કચ્છ જિલ્લાના દરેક તાલુકાનાં આ ઝુંબેશ અવિરતપણે ચાલુ છે. કચ્છના ૧૦૦૦ જેટલા ગામડાઓમાં અમારા ૫૫૦૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ પોલિયો નાબુદી ઝુંબેશમાં જોડાઈ વોર્ડમાં,બુથઉપર,ઘર-ઘર જઈને આ ઝુંબેશમાં જોડાયા છે. ૩,૧૭,૦૦૦ જેટલા બાળકો માંથી અત્યારે ૮૦૫ જેટલા બાળકોને પોલિયોના ટીપા અપાઈ ચુક્યા છે. વર્ષમાં ૨ વખત આ પોલિયો નાબુદી ઝુંબેશ હાથ ધરાઇ છે. તેમજ સિરિયા,આફઘાનિસ્તાન,પાકિસ્તાનમાં પોલિયોનો ફેલાવો હજી પણ વધારે હોવાથી તે આ દેશોમાં ઘાતક, તેમજ જીવલેણ સાબિત થયો છે.તેમજ બાળકો નાની વયે જીવ ગુમાવી રહ્યા છે.કચ્છ જિલ્લો પાકિસ્તાનની બોર્ડર ને અડીને,તેમજ ઔદ્યોગિક પ્રદૂષણ,પરપ્રાતીયા કોલોની મજુરી વર્ગની વસ્તી હોતા તેમણે નાગરિકોને,પ્રજાજનોને આ બાબતે ૦ થી ૫ વર્ષના નાના બાળકોને પોલિયોના ટીપા અવશ્ય પીવડાવા તેવી અપીલ કરી હતી. તેમજ ગંદગીથી દુર, સ્વચ્છતા રાખવા જણાવયું હતું.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.