નખત્રાણા તાલુકાનાં કોટડા જડોદરમાં પાકનું નુકસાન કરનારા દસ શખ્સો વિરુદ્ધ ફરિયાદ

નખત્રાણા તાલુકાનાં કોટડા જડોદર ખાતે ઉભા પાકમાં ભેલાણ કરાવનાર દસ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ગત તા.૮.૩.૧૮ ના આ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી કુહાડી,લાકડીઓ ધારણ કરી પોતાના કબ્જાની ગાયો,ભેંસો અને બકરાના ધણ ફરિયાદીની વાડીમાં લઈ જઈને ઇસબગુલના પાકનું નુકસાન કરી તેમજ સાહેદ બાબુભાઇ દાનાભાઇ છાભૈયાની વાડીની ફેનસિંગની વાડને તોડીને ઇસબગુલ,દાડમ અને ધાણાના પાકને ઢોરા વડે ભેલાણ કરીને નુકસાન કરયું હતું. આ પ્રકરણમાં રાઘવજી પરબત મેરીયાએ જુસાભાઈ પીંજારા,જુસણ પીંજારા,ઇલિયાસ સાલેમામદ,અમધુ કાસમ,હુસેન જુમા,કરીમ હિંગોરજા,મુકંદર પીંજારા,ઉમર સુલેમાન ખલીફા,લતીફ સુલેમાન વિરુદ્ધ નખત્રાણા પોલીસ મથકે એટ્રોસીટી સહિતની કલમોતળે ગુન્હો દાખલ કર્યો.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *