બગોદરા લીબંડી હાઇવે પર મીઠાપુર ભોગાવા પુલની પાસે પીકઅપ વાહન ભડભડ સળગી
રાજકોટ તરફથી આવી રહેલ રાત્રીના સમયે લગભગ 1:00 થી 1:30 નાં ગાળા દરમિયાન એક શાકભાજી ભરેલ પીકઅપ બગોદરાના ભોગાવો પુલ પાસે અચાનક ભડભડ સળગી ઊઠી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ બગોદરા પોલીસ પીએસઆઈ યોગરાજસિહ અને પ્રકાશભાઈ,સુનીલભાઈ,રામદેવ સિહ પોલીસ કોન્સ્ટેબલ ઘટનાસ્થળે પહોંચી પ્રાઇવેટ ટેન્કર મંગાવી એક કલાકે મહામહેનતથી તે આગ પર કાબુ મેળવ્યો હતો. સારી વાત એ છે કે કોઈ જાનહાની થવા પામી નથી.
રિપોર્ટર બાય :ગોહેલ સોહીલ કુમાર