માળીયા મીયાણા ગામે એક યુવાન ભૂલથી ડીઝલ ગળી ગયો

મોરબી જિલ્લામાં આવેલ માળીયા મીયાણા ગામે વાંઢ વિસ્તારમાં શેરી નં.4માં રહેતો અવિશ મુસાભાઇ મવર (ઉ.રર) પોતાની વાડીએ હતો. ત્યારે સાંજે 4:00 વાગ્યા આસપાસ પાણી ખેંચવાનું ડિઝલ એન્જીન બંધ પડી જતા રીપેર કરતો હતો. મશીનમાં ડીઝલ મળતુ ન હોવાથી પંપની નળીમાંથી મોઢેથી ડિઝલ ખેંચવા પ્રયાસ કરી રહ્યો હતો.ત્યારે ડિઝલ ગળી જતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. સિવિલ ચોકીએથી પ્રદ્યુમનનગર પોલીસને વિગત આપતા અવિશભાઇનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


-મળતી માહિતી મુજબ