ભુજ તાલુકા પંચાયત મધ્યે T.D.O. શ્રી જાની સાહેબના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરાયું.
ભુજ તાલુકા પંચાયત મધ્યે સામાન્ય સભાની કાર્યવાહી ચાલી રહી હતી. આ બેઠક T.D.O.શ્રી જાની સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં કૂપોષ્ણ બાળકો માટે આરોગ્ય કેમ્પો સ્વાસ્થ કીટો,તેમજ ભંડોળ ફાળવવા જણાવ્યુ હતું તાલુકાનાં ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. જેથી ખેડૂત જૈવિક ખેતી તેમજ અન્ય પાક ખેતીક્ષેત્રે વધુનેવધુ માર્ગદર્શન મળે તે માટે આયોજન કરાયેલ તાલુકાનાં બિમાર,રોગગ્રસ્ત,અશક્ત,ઢોરો માટે આરોગ્ય કેમ્પો તેમજ ભંડોળ ફાળવવા જણાવેલ તાલુકાની નવી બનેલ પ્રાથમિકશાળાઓમાં ફર્નિચર,સાધનો સહિત અન્ય ઉપકરણો ફાળવવામાં આવશે. નાના-સરાડા મોટા સરાડા નવી પંચાયત અમલમાં આવશે તેવું જણાવેલ મનરેગા કામ બાબતે રજૂઆતો કરાયેલ અધ્યક્ષ કુંકુબેન ચાવડા દ્વારા અન્ય વિકાસ માટે માર્ગદર્શન અપાયું હતું. તેમજ અંદાજપત્ર પુરાંતનું વાંચન કરાયેલ. આ બેઠકમાં હિતેશભાઇ ખંડોલ,સજુભા જાડેજા સહિત ભાજપી સદ્દસ્યો તેમજ કૌંગ્રેસ સભ્યો રાજેશભાઈ આહીર,તેમજ અન્યો જોડાયા હતા. કૌંગ્રેસી સભ્યોઓએ જણાવેલ કે, મનરેગા યોજના હેઠળ ચુકવવાણાં અનિયમિત થાય છે. તેમજ કોન્ટ્રાકટર પધ્ધતિ અપાયેલ કામો જલ્દીથી પૂર્ણ થાય છે. તેવો આક્ષેપો કરેલ અન્ય ઊણપો જલ્દી પૂરી કરવા માંગ કરેલ.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.