ભુજ નગરપાલિકા તંત્ર તેની કામગીરીમાં સતત નિષ્ફળ નિવડ્યું છે.તેવામાં ભુજના હોસ્પિટલ રોડ વિસ્તારના રસ્તાની હાલત બિસ્માર કોલો પરેશાનીમાં મુકાયા.
ભુજ નગરપાલિકા તંત્ર તેના કામ કરવામાં અને તેની ફરજ અદા કરવામાં સદંતર નિષ્ફળ નિવડિયું છે. ત્યારે ભુજના ૨૪ એ કલાક ધમધમતા અને સતત અવરજવર વાળા પોષ વિસ્તારમાં એટલે કે હોસ્પિટલ રોડ વિસ્તારના રસ્તાની હાલત અત્યંત ખરાબ છે. જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તંત્ર ને આ બાબતની જાણ હોવા છતાંય તે અજાણ બની રહ્યું છે અને આ વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે પણ તેની પણ હાલત ખખડધજ જોવા મળી. આમ સરકારશ્રી દ્વારા વિવિધ ઝુંબેશ ચલાવવામાં તો આવતી હોય છે. પણ ફક્ત તે થોડા સમય પૂરતી જ હોય છે. આમ આ રસ્તા સત્વરે સમારકામ કરી સરખા કરવામાં આવે તેવી રહેવાસીઓની માંગ ઉઠવા પામી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.