કંડલા: પાર્કિંગની જગ્યામાં જુગાર રમતા શખ્સો ઝડપાયા

કંડલા: સંકુલના આઈ.ઓ.સી. એફ.એસ.ટી. કંડલા કંપનીમાં આવેલા વાહન પાર્કિંગની જગ્યામાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમાતો હોવાની માહિતી મળતા કંડલા પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમ્યાન મનોજભાઈ રામજીભાઈ રબારી, રીઝવાન ઈશાક સમા, શબીર જાનમામદ રાઠોડ, જુસબ સલેમાન ઢોસા, હનીફ અયુબ સોઢા રોકડા રૂા. 11,300/-નો મુદામાલ સાથે જપ્ત કર્યો હતો. પોલીસે જુગારના ધારાની કલમો તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


-મળતી માહિતી મુજબ