૧૫૧ પોલીસ જવાનોએ તાલીમ પૂર્ણ કરતાં પ્રમાણપત્રો અપાયા, અને આ તકે યોજાયેલા દિક્ષાંત સમારોહમાં નિષ્ઠાપૂર્વક ફરઝ બજાવતા I.G.P.દ્વારા અપીલ કરાઇ.
ભુજના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોક રક્ષકોની તાલીમ યોજાઇ હતી. ૧૫૧ પોલીસ જવાનોને છેલ્લા ૮ માસથી તાલીમ આપતી હતી. જે પૂર્ણ થતાં કચ્છ બોર્ડર રેન્જના I.G.P પિયુષ પટેલની અધ્યક્ષતામાં દિક્ષાંત પરેડ યોજાઇ હતી. તાલીમાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ યોજાઇ સલામી અપાઈ હતી. આ પ્રસંગે કચ્છ બોર્ડર રેન્જના I.G.P.પિયુષ પટેલ દ્વારા અપાયેલ દિક્ષાંત પ્રવચનમાં તાલીમાર્થીઓને સંપૂર્ણ પ્રમાણિક્તા તથા નિષ્ઠાથી ફરજ બજાવવાની શીખ આપી હતી. સાથે સૌ જવાનોને લોકોની રક્ષા કરવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું છે. ત્યારે લોક રક્ષા કરવા હિમંત અને ખંત પૂર્વક કામગીરી બજાવવા માહિતી આપાઈ આ પ્રસંગે આઉટ ડોર તાલીમમાં સારૂ પ્રદર્શન કરનાર ૧ થી ૩ પોલીસના જવાનોને સન્માનીત કરાયા હતા. આ ઉપરાંત તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. તો તાલીમ આપનારા પ્રશિક્ષકોનું પણ સન્માનીત કરવામાં આવ્યું હતું. દિક્ષાંત સમારોહમાં I.G.P.પિયુષ પટેલ ,પૂર્વ કચ્છ S.P.ભાવનાબેન પટેલ,પશ્ચિમ કચ્છ S.P. M.S.ભરાડા, D.Y.S.P. N.V. પટેલ, હેડ ક્વાટરના હેડમેન J.K. જયશ્વાલ, જિલ્લા મુખ્ય સરકારી વકીલ K.C. ગોસ્વામી સહિતના પોલીસ અધિકારી- કર્મચારીઓ હાજર રહ્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.