ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ઇલેક્ટ્રોનિક્સ ટેક્નોલૉજી માર્કેટ અંગે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભુજ તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રાષ્ટ્રીય કૃષિ બજાર એટલે કે ઇલેક્ટ્રોનિકસ ટેક્નોલૉજી માર્કેટ જાગૃતિ શિબિર યોજાઇ હતી. આવેલ મંચસ્થ અગ્રણીઓએ દીપ પ્રગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.પ્રગતિશીલ ખેડુત અગ્રણી વેલજીભાઇ ભુડિયાએ જણાવેલ કે, ખેડુતો માટે પાક બજારમાં મુકવાની પીડા હતી પણ હવે ધીમે ધીમે જગતનો તાત આ પીડામાંથી મુક્ત થશે.રાષ્ટ્રીય કૃષિ બજાર ભુજમાં આવવાથી ખેડુતોને સારા ભાવ મળશે.તેમજ વેપારીઓ પણ ગુણવતાસભર ખરીદી કરી શકશે. જિલ્લા અધિકારીઓ મોતીલાલ સાહેબ એસ.એસ.બરાડીયા સહિત અન્યો અધિકારીઓએ આ જાગૃતિ શિબિર પર પ્રકાશ પાડતા.જણાવેલ કે, સારા ભાવ સારી ખેતી,માર્કેટમાં ગુણવતાસરભ મુલ્ય સહિત ખેડૂતોની આવકમાં બમણો વધારો થાશે.ભુજ સહિત કચ્છની બીજી બે બજારોમાં ઓનલાઈન જોડાયેલ છે. જાહેર હરારાજીને ડિઝિટલ કરવામાં સરકારનું ઘણુ મોટુ યોગદાન છે. તેનાથી ભારતના ખેડુતો મંડળીઓ એક સાથે જોડાશે. આ માર્કેટમાં આવેલ પાકના લેબોલેટરી,ગ્રેડ,ધારાધોરણ ભેજ સહિતની ચકાસણી કરવામાં આવશે.ગ્રામ્ય ખેડુતોને વધારે માલ માર્કેટયાર્ડમાં મોકલવા જણાવેલ છે. આ પ્રસંગે કેશુભાઈ પટેલ,ભુડિયા વેલજીભાઇ,વિશ્રામભાઇ,નારણભાઇ,પાચુભા જાડેજા,રમણભાઈ વગેરે ખેડુતો ડાયરેક્ટરો,તેમજ APMC ના હોદેદારો હાજર રહ્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.