માંડવી: મંદિરમાંથી એક કિલોની ચાંદીની મૂર્તિ ચોરાઈ
માંડવી: જોગીવાસ ખાતેના ખેતરપાળ દાદાના મંદિરમાંથી કોઈ તસ્કરો રૂ.20,000ની કિંમતની ચાંદીની 1 કિલો વજન ની મૂર્તિ ચોરી ગયા હતા. આ મંદિરની સેવા પૂજા કરતા પુજારીએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ ગઈકાલે બપોરે 4:00 વાગ્યાથી આજે સવારે 6:00 વાગ્યા દરમિયાન બન્યાની વિગતો ફરિયાદ નોંધાવી છે. આ બનાવ બાબતે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
-મળતી માહિતી મુજબ