હાજીપીર વલીના ઉર્ષ નિમિતે મેળામાં ભાવિકોને આવવા જવા માટે એસ.ટી.ડેપો દ્વારા કુલ ૮૫ બસો ફાળવવામાં આવી.
સોહાણાના શહેનશાહ તેમજ કચ્છના કૌમી એકતાના પ્રતિક એવા હાજીપીર વલીના ઉર્ષ નિમિતે ભુજ વિભાગીય કચેરી એસ.ટી.ના વડા બી.એન.ચરોલાને મેળામાં આવતા જતાં પ્રવાસી જનતા માટે કેટલી બસો ફાળવાયેલ છે. તે બાબતે ભુજ ડેપો મેનેજર શ્રી બી.એન.ચારોલાએ જણાવેલ કે, હાજીપીર મધ્યે આગામી યોજાયેલા મેળાના પ્રવાસી જનતા માટે અવર-જવર માટે કુલ ૮૫ બસો ફાળવવામાં આવી છે.જેમાંથી ૫૫ જેટલી બસો ભુજ ડેપોમાંથી આપવામાં આવશે.તેમજ ૩૦ જેટલી બસો અન્યો નખત્રાણા,ભુજ મધ્યેથી બસો ચાલુ રખાશે.બંને સ્ટેનડો મેળા સુધી હજીપીર જવા માટે ખુલ્લા રહેશે. તા.૧૭.૩.૧૮ થી ૧૯.૩.૧૮ સુધી યોજાતા આ મેળામાં મુંબઈ,મહારાષ્ટ્ર,રાજસ્થાન,ગુજરાત,સૌરાષ્ટ્ર,સહિત બીજા સ્થળોમાંથી માણસો હજીપીર વલીના દર્શાનાર્થે આવે છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.