૧૦ વર્ષ પહેલા ગુમ થયેલ અને ૧ વર્ષ પહેલા ભુજ ખાતેથી મળી આવેલી મુળ છતીસગઢની મહિલા સ્વસ્થ થતાં તેના વતને પરત મોકલાવવામાં આવી.
માનવજ્યોત સંસ્થા મેન્ટલ હોસ્પિટલ ભુજ દ્વારા ૧ માનસિક મહિલા સ્વસ્થ થતાં તેને તેના વતને પરત મોકલવામાં આવી હતી. ૧૦ વર્ષ આ મહિલા છાતીસગઢ રાજ્યથી ગુમ થયેલ હતી. ૧ વર્ષ પહેલા ભુજ રેલ્વે સ્ટેશન પાસે તેમને આ મહિલા માનસિક અસ્થિર રીતે મળી આવી હતી. તેને માનવજ્યોત સંસ્થા દ્વારા મેન્ટલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેમજ તેની પૂરેપુરી મેડિકલ ટ્રીટમેન્ટ ઈલાજ કરાતા તેણે પુન: સ્વસ્થતા થતાં તેમજ તેના ઘરના નામ સરનામાં પુછી તેમના ભાઈ પિતાને અહી કચ્ક-ભુજ બોલાવાયા હતા.તેઓ તેમની દીકરી તેમજ બહેનને ભુજ લેવા આવી પહોંચ્યા હતા.ભરતબાઈ અમરીશભાઈ નામની મહિલાને વિદાય અપાઈ હતી. વિદાય પ્રસંગે લાગણી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા. માનવજ્યોત સંસ્થાના પ્રબોદભાઈ મુનવર,શંભુભાઈ,પૃથ્વીરાજ સહિતનાઓએ સહયોગ આપ્યો હતો.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.