હાલના સમયમાં ડબલ સિઝનના કારણે બીમારીએ માઝા મૂકી છે. ત્યારે ભુજની ખાણી-પીણીની દુકાનોમાં ખુલ્લે આમ નાસ્તાઓ મુકવામાં આવ્યા છે.અને રોગોને સામેથી આમંત્રણ અપાઈ રહ્યું છે.
સ્વસ્થ આરોગ્ય એ દરેક પ્રજા માટે મહત્વનું હોય છે. અત્યારે સમગ્ર કચ્છ જીલ્લામાં શરદી,ઉધરસ અને તાવ જેવી બીમારી ફેલાઈ રહી છે. ત્યારે ખાણી-પીણીની દુકાનોમાં નાસ્તાઓ દુકાનદારો ખુલ્લા રાખતા હોવાથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તેવા માજ ભુજ શહેરના ખાવડા દાબેલી વાલા અને જોષી દહીવડા વાલાની ખાણી-પીણીની દુકાનમા દુકાનદારો દ્વારા ખુલ્લે આમ નાસ્તાઓ મુકવામાં આવ્યા છે. જેથી જો આ નાસ્તાઓ પર ધૂળ કાતો માખીઓ બેસે અને અહી આવતી જતી પ્રજા આ નાસ્તો ખાય તો તેમને રોગચાળો ફેલાઈ શકે છે. જેથી આરોગ્ય તંત્ર દ્વારા આવી ખાણી-પીણીની દુકાનો પર ધ્યાન દોરવામાં આવે તો લોકોના આરોગ્ય સ્વસ્થ રહી શકે તેમ છે. અને રોગચાળો પણ ફેલાતો અટકી શકે છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.