પવનચક્કી માંથી કેબલ વાયર ચોરી કરતા ઇસમને પકડી પાડી કોઠારા પોલીસ સ્ટેશનના વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ મિલકત સંબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.જે.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટર એચ.એમ.ગોહિલ નાઓની રાહબરીમાં એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.આજ રોજ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના કર્મચારીઓની એક ટીમ અબડાસા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન માંડવી-નલીયા હાઇવે પર સાંધાણ સુથરી ત્રણ રસ્તા પાસે રોડ પર એક ઇસમ પોતાના હાથમાં સફેદ કલરનો પ્લાસ્ટિકનો કોથળો લઇને ઉભેલ હોઇ જે પોલીસને જોઇ સગેવગે કરવાની કોશીષ કરતાં તેને કોર્ડન કરી પકડી પાડી તેનુ નામઠામ પુછતાં મામદ બુઢા સંઘાર,ઉ.વ.ર૬,રહે.છછી,તા.અબડાસા વાળો હોવાનુ જણાવેલ તથા તેના કબજામાંથી મળી આવેલ કોપર કેબલ વાયર બાબતે બીલ કે આધાર પુરાવા માંગતાં તેની પાસે બીલ કે આધાર પુરાવા ન હોઇ જેથી મજકુર ઇસમની મુદામાલ બાબતે પુછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતો હોય તેની યુક્તિ-પ્રયુક્તિ પૂર્વક પુછપરછ કરતા મજકુર ઇસમએ જણાવેલ કે, સદરહું કેબલ વાયર પોતે લઠેડી ગામની સીમમાં આવેલ બંધ પવનચક્કી ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાવતો હોય તેના કબ્જામાંથી નીચેની વિગતેનો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ- ૧૦૨ તળે શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરી સદરે બાબતે ખરાઇ કરાવતા કોઠારા પોલીસ સ્ટેશન ખાતે નીચે મુજબના વણશોધાયેલ ગુન્હો નોંધાયેલ હોય જેથી મજકુર ઇસમને વધુ તપાસ સારૂ કોઠારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
* કબ્જે કરેલ મુદામાલ :- (કુલ્લે કિં.રૂ. ૧૪,૦૦૦/-)
કેબલ વાયર – ૨૦ મીટર, કિં.રૂ. ૧ર,૦૦૦/-
મોબાઇલ ફોન નંગ- ૦૧, કિં.રૂ.ર,૦૦૦/-
– રિપોટર બાય: કરણ વાઘેલા, ભુજ