ભુજ: યુવાન પર હુમલો કરીને 10,000ની લૂંટ
ભુજ: ઉત્તરાયણના બપોરે આ બનાવ બન્યો હતો. ભીડનાકા વિસ્તારમાં આવેલ દરગાહ પાસે લૂંટના આ બનાવને અંજામ અપાયો હતો. અંજારના ગોવિંદ વાઘેલા સાથે પહેલાં ઝપાઝપી કરાઇ હતી અને બાદમાં લાકડી વડે હુમલો કરીને ભુજમાં દાદુપીર રોડ પર રહેતા સલીમ બાડો અને અલ્તાફ પટેલ તથા તેમની સાથેના બે અજાણ્યા ઇસમો રૂા. 10,000 ની રોકડ લૂંટી ગયા હતા. ભોગ બનનારે આ ઘટના બાબતે ફરિયાદ નોંધાવી હતી. ભુજ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર એસ.બી. વસાવાએ કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-મળતી માહિતી મુજબ