ભુજ શહેરમાં જુગઠું રમતાં 6 ઈસમો સકંજામાં
ભુજ: ભુજ શહેરના દાદુપીર ફળીયામાં ખુલ્લે આમ જુગાર ધામ ઝડપાયું જેમાં 6 ઇસમો બી ડિવિઝન પોલીસના સકંજામાં હતા. અને તેમના કબજામાંથી 5100 રૂપિયાની રોકડ જપ્ત કરી ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી હતી. મળતી માહિતી મુજબ જિલ્લામાં જુગાર, દારૂ સહિતના બદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પોલીસની કોઇ ધાક જ ન હોય તેમ જુગારી અને દારૂડીયાઓ ધમાલ મચાવી રહ્યાછે. જેથી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરાઇ રહી છે.
-મળતી માહિતી મુજબ