જામનગરમાં પાર્ક કરેલ બાઇક એક જ કલાકની અંદર ચોરી
જામનગર: દિવસેને દિવસે વધી રહેલ વાહન ચોરીની ઘટનામાં વધુ એક બનાવનો સામે આવ્યો છે. જેમાં મારૂતીનંદન સોસાયટી ગેઇટ બહાર પાર્ક કરેલ ઉપેન્દ્રભાઇ પોપટભાઇ ટીંબડીયાની જી.જે.10 એ.કયુ.5635 નંબરની મોટરસાયકલ ચોર તા.25-12ના રોજ સાંજે 7:00 વાગ્યાથી 8:00 વાગ્યાના સમયગાળામાં ચોરી કરી ગયા હતા. આ ઘટના અંગે વેપારી ઉપેન્દ્રભાઇએ શહેરમાં શોધખોળ કર્યા બાદ ગઇકાલે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રૂા.11,000ની કિંમતના મોટરસાયકલની ચોરી થઇ જતા ખંભાળિયા ગેઇટ ચોકીના પોલીસ સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-મળતી માહિતી મુજબ