ગાંધીધામ: એક યુવાન વેપારી અચાનક ગુમ થતાં ચકચાર પ્રસરી
ગાંધીધામ: સેકટર-3માં પ્લોટ નંબર 4માં રહેતા મુકેશ ઓમપ્રકાશ અગ્રવાલ નામના વેપારી સવારે નિત્યક્રમ મુજબ બેડમિન્ટન રમવા ઘરેથી નીકળ્યા ગયા હતા. આ વેપારી સવારે 10:00 વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા તેમના પત્ની સીમાબેને શોધખોળ શરૂ કરી હતી.ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે, તેઓ બેડમિન્ટન રમવા જ ન આવ્યા હોવાનું સામે આવતાં પરિવારજનોમાં ચિંતા સાથે દોડધામ થઈ ગઈ હતી. અમૂલ્યા પ્લાય ફેકટરી સાથે સંકળાયેલા આ વેપારી ગુમ થયા હોવાની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. તેમના મોબાઈલનું લોકેશન પાલનપુર અને બાડમેર બાજુનું મળ્યું હતું. કયારેક આ વેપારીનો ફોન ચાલુ આવતો હતો તો કયારેક બંધ આવતો હોવાનું પોલીસએ જણાવ્યું હતું. ખંડણી કે ધમકીભર્યો કોઈ ફોન પણ ન આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસમાં આ બાબતે દોડધામ થઈ ગઈ હતી.
-મળતી માહિતી મુજબ