ચોટીલાના રહેણાક મકાનમાંથી 6 લાખનો વિદેશી દારૂ પકડાયો
ચોટીલા આણંદપુર જવાના રસ્તા પર આવેલ સણોસરા ગામમાં ઇગ્લીશ દારૂનો જથ્થો હોવાની પીઆઇ બી. કે પટેલને માહિતી મળતા પેટ્રોલીંગમાં રહેલ પીએસઆઇ એમ. કે. ગોસાઇ, કેતનભાઇ ચાવડા, જગાભાઇ રાઠોડ, નરેશભાઇ મકવાણા, શૈલેષભાઇ રોજાસરા, રાજેશભાઇ ઝાપડીયા આ તમામને સાથે રાખી રહેણાંક ઘર ઉપર રેડ પાડી ગોડાઉન ની જેમ રૂમમાં ગોઠવાયેલ પર પ્રાતિય ઇગ્લીશ દારૂની પેટીઓ અને બિયરનો જથ્થા સાથે શખ્સ રાજવીર મંગળુભાઇ ધાધલ ને ઝડપી પડ્યો હતો. દરોડામાં મેકડોનાલ્ડની 600 બોટલ, એપિસોડ ગોલ્ડની 960 બોટલ, બિયર ટીન 168 સાથે કુલ રૂપિયા રૂ. 6,01,000નાં મુદ્દામાલ સાથે શખ્સને પકડી તેની સામે ફરિયાદ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
-મળતી માહિતી મુજબ