છેલ્લા ૧૦ વર્ષથી સામાજિક કાર્યો કરતી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના ટ્ર્સ્ટીને વિશ્વ મહિલા દિન નિમિતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં એવોર્ડ અર્પણ કરાયો.
ભુજ શહેરની લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ જે છેલ્લા ૧૦ વર્ષથી વિવિધ સામાજિક સેવાની કામગીરી કરી રહી છે. જેમાં મહિલાક્ષેત્રમાં રોજગારી,શૈક્ષણિક અને આરોગ્યલક્ષી તેમજ મહિલા પર થતાં અત્યાચારો થતાં અટકાવ્યા છે. ત્યારે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા વિશ્વ મહિલા દિન નિમિતેના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં લોકસેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી હંસાબેન સુથારને વિવિધ સેવાકીય કાર્યબદલ તેમને એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટનાં નેજા હેઠળ જનરલ હોસ્પિટલ મધ્યે સખી વનસ્ટોપ સેન્ટર પણ કાર્યવત છે.જેમાં મહિલા પર થતાં અત્યાચારો માટેની આ સેન્ટરમાં કામગીરી થઈ રહી છે.તે બદલ લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ પર ચાલતા સખી વનસ્ટોપ સેન્ટરને પણ એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.