ગાંધીનગરના છત્રાલ ગામે અસામાજિક તત્વો દ્વારા થયેલ હિંસા બાબતે એકલ નારી શક્તિ મંચ દ્વારા કચ્છ કલેક્ટરશ્રીને આવેદન અપાયું.
ગાંધીનગર જિલ્લાના છત્રાલ ગામે કટ્ટરવાદી અસામાજિક તત્વો દ્વારા મુસ્લિમ સમાજને છેલ્લા ત્રણ મહિનાથી નિશાન બનાવી યુવાનો,સ્ત્રીઓ અને મિલકતો ને નુકશાન પહોચાડવામાં આવી રહેલ છે.જે અનુસંધાને બે દિવસ અગાઉ આ હિંસાના કારણે લઘુમતી સમાજના એક વ્યક્તિને મૃત્યુ થયેલ છે. જે કિસ્સામાં ન્યાયિક તપાસ કરી આરોપીઓને સખત સજા થાય તેવા પ્રયત્નો કરવા જણાવાયું હતું. આવા જ્ઞાતિ વિરોધી બનાવો અવાર-નવાર બની રહ્યા છે.જેના કારણે કચ્છ જિલ્લાની સાંપ્રદાયિક સદભાવનને નુકશાન પહોચી શકે છે.તાજેતરની ઘટના દરગાહો અને મંદિરના બનાવ એ બાબતના સ્પસ્ટ ઉદાહરણ છે.જે બાબતે ફરિયાદ થયેલ છે.પરંતુ હજુ સુધી ધરપકડ થયેલ નથી.જે ગંભીર બાબત છે.આવા અસમાજિક તત્વોની તાત્કાલિક ક્ષેત્રે ધરપકડ થવી જોઈએ જેની સામાજિક એકતા જળવાઈ રહે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.