ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ પોતાના બેદરકાર વર્તનના કારણે અવ્વલ નંબરે રહી છે. ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ રફીક મારા દ્વારા વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆતો કરવામાં આવી.
ભુજ શહેર મધ્યે આવેલી અદાણી સંચાલીત જી.કે જનરલ હોસ્પિટલમાં અંહીના ડોક્ટરો દ્વારા દર્દીઓ સાથે થતી બેદરકારીના અવાર-નવાર કિસ્સા સામે આવતા હોય છે. તેવાં માજ જે અંહી ગરીબ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. આવા દર્દીઓ કે જેમની પાસે BPl કાર્ડ હોવા છતાં પણ આ હોસ્પિટલમાં મફતમાં સારવાર મળતી નથી સોનોગ્રાફી અને ડાયાબિટીના દર્દીઓને ઇન્સ્યુલેશન આપવામાં નથી આવતું તેમજ એકસરેના કેસ માટે ન્યુરોસર્જન હોતા પણ નથી રાત્રિના સમયે કોઈ સર્જન કે ડોક્ટર પણ હાજર હોતું નથી ફક્ત જુનિયર ડોક્ટરો જે અંડર ટ્રેનિંગમાં હોય છે. એ લોકો દર્દીઓને ધ્યાન દેતા હોય છે. અને જો દર્દીઓને વધારે વાગ્યું હોયતો ડોક્ટરો દ્વારા ફોનમાં દર્દીઓને અમદાવાદ રિફર કરવાનું કેતા હોય છે. તેમજ આ હોસ્પિટલનો ગેટ પણ બંધ હોય છે. જેથી દર્દીઓને અંહી આવવા જવામાં ઘણી તકલીફ પડતી હોય છે. જેથી આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ કચ્છ જિલ્લા કોંગ્રેસના રફીકમારાએ રજૂઆતો કરેલ હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.