ભુજની મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે યુનાઈટેડ કિંગડમ દ્વારા અધ્યાપકો માટે ઇન્ટરનેશનલ ફેકલ્ટી ડેવલપમેન્ટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ મધ્યે ગ્લોબલ ટ્રેનીંગ એજ્યુકેશન પ્રોગામ યુનાઈટેડ કિંગડમ દ્વારા અધ્યાપકો માટે ઇન્ટરનેશનલ ફેકલ્ટી ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે કચ્છ યુનિવર્સિટીના તમામ અનુસ્નાતક ભવનો અને કોલેજોના ૨૦૦ થી વધારે અધ્યાપકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શીતલ નાગોરી ( ડાયરેક્ટર -જી.ટી.ઇ.પી. યુકે ) તેમજ મિ.ડેનિયલ (યુકે) એ શિક્ષણ નિષ્ણાતોએ સેવા આપી હતી.આ કાર્યક્રમ કેસીજી દ્વારા યુ.કે. ઈન્ડિયા એંજ્યુકેશન કોલોબ્રેશન અંતર્ગત યોજાયો હતો.આવતા દિવસોમાં વધુને વધુ આવા કાર્યક્રમો યોજી કેમ્પો યોજાશે.આ કાર્યક્રમ કચ્છ યુનિવર્સિટી તેમજ શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજના સંયુક્ત દ્વારા યોજાયો હતો. આ પ્રસંગે કુલપતિ શ્રી સી.બી.જાડેજા ( કચ્છ યુનિવર્સિટી ) કિર્તિભાઈ વરસાણીહાજર રહ્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.