રબારી સમાજના ભાવિકો દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી રવેચીના દર્શનાર્થે નીકળતા ભાવિકોનો સંઘ ભુજ આવી પહોંચ્યો, ભુજના ગોગા યુવક મંડળ દ્વારા સમગ્ર વ્યવસ્થા સંભાળઇ.
રબારી સમાજના ભાવિકો દ્વારા રવેચીના દર્શનાર્થે છેલ્લા ૨૫ વર્ષથી સંઘરૂપે નીકળતી આ પદયાત્રા ૧૨ મીના કરમટાથી નીકળયા બાદ ભુજ પહોંચ્યો હતો. રવેચી-મોમય માં મંદિરની આ યાત્રાનું માર્ગમાં ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું. આ માટે ભુજોડીના રબારી વંકાભાઇ મમુભાઈ,ભાવકો તેમજ અન્ય આગેવાનો આ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. તેમજ ગણેશનગર જય ગોગા યુવક મંડળ દ્વારા આ સંઘ માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ સંઘ અલગ-અલગ ઉખેડા,નેત્રા,રસાલિયા,વિરાણી જેવા ગામોથી આવતા હોય છે. અને બધા એકઠા થઈ પદયાત્રીથી નીકળે છે. ત્યાર બાદ આ શ્રદ્ધાળુઓની માતાજીનાં આશીર્વાદથી બધી મનોકામના પૂર્ણ થતી હોય છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.