ભુજ કચ્છ કલેક્ટર ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભુજ શહેર મધ્યે કલેક્ટર કચેરી ખાતે એક સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ સંકલન બેઠકમાં અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં આ બેઠકમાં ખાસ કરીને અબડાસા વિસ્તારના જે પ્રશ્નો હતા તેમાં મુખ્યત્વે ઘાસ અને પાણીના પ્રશ્નો જે હતા. પશુધન વધારે હોવાથી એના માટે ઘાસ મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી. તો બીજી બાજુ ઓછા વરસાદના કારણે તળાવ બધા ખાલી પડ્યા છે.તો પાણી માટે સરકાર તાત્કાલીક વ્યવસ્થા કરે એ પ્રશ્ન પણ હતો અને ખાણ ખનીજમાં જે ગેરકાયદેસર રીતે સોવરલોડ ભરે છે. તેની કાયદેસર રીતે તપાસ થવી જોઈએ અને દંડ થવો જોઈએ જેથી આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ આ બેઠકમાં કચ્છ કલેક્ટર શ્રી રેમ્યા મોહન સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.