ભુજના હદયસમા હમીરસર તળાવમાં માછલી પકડવાની જાળી મળી આવી, જેમાથી 70 થી 80 માછલીઓ કાઢવામાં આવી, ફરી એકવાર તંત્રની બેદરકારી આવી સામે.
ભુજના હદયસમા ગણાતા હમીરસર તળાવમાં માછલીઓની જાળી નીકળી આવી જેમાં આ જાળીમાં અંદાજીત 70 થી 80 જેટલી માછલીઓ ફસાયેલી હતી.અને બચાવવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આ જાળ લગભગ દોઢ લાખની છે. અને આખા તળાવમાં જાળી વિછાવેલી છે. આ જોતાં એવું લાગે છે કે, તંત્ર દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારનું ધ્યાન દોરવામાં આવ્યું નથી અને આ બાબતે તંત્ર કાયદેસરની રીતે કાર્યવાહી કરે તો ફરી આવી માછલીઓ બચી શકે તેમ છે. હમીરસર તળાવની અંદર 90 ટકા જેટલી જાળી વિછાવેલી હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.