20મી માર્ચના વિશ્વ ચકલી દિન નિમિતે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા છેલ્લા 14 વર્ષથી ચકલી બચાવો અભયાન હાથ ધરવામાં આવ્યું છે.
દોડા -દોડી અને ભાગ દોડ ભરી જિંદગીમાં અટવાઈ ચૂકેલ માનવી હવે ચકલીને શોધવા નીકળી પડ્યો છે. વર્ષોથી પર્યાવરણ પ્રેમીઓ,પક્ષી વિંદો કહેતા હતા કે, લુપ્ત થતી ચકલીઓને બચાઓ….. પરંતુ આ શબ્દોને સાંભળવાની દરકાર માનવીને કયાં છે ? માનવીના કાને ઇયરફોન ભરાવેલા હોય છે. છતાં ચકલી પ્રેમીઓએ 20મી માર્ચને વિશ્વ ચકલી દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ચકલીઓ માટે જાગૃતિની જરૂરત છે. આ નાના-પક્ષીને આપણે બચાવી શકતા નથી. કુદરતી વાતાવરણને નહીં ગણકારીએ તો ધીમે ધીમે આ કુદરતી વાતાવરણ નાશ પામી જશે. શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દાદર મુંબઈની પ્રેરણાથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા 14 વર્ષથી ચકલી બચાઓ અભિયાન ચાલુ કરાયું છે. જેને સફળતા મળી રહી છે. ધીરે ધીરે ચકલીઓ દેખાતી થઈ છે. તેમજ અમુક વિસ્તારોમાં ચકલીઓની આવજાવ વધી છે. માનવજ્યોત સંસ્થા છેલ્લા 14 વર્ષથી ચકલીઘરો અને પાણીનાં કુંડા વિતરણ કરે છે. જેથી પર્યાવરણ ક્ષેત્રે લોકોમાં જાગૃતિ આવી છે. પર્યાવરણ પ્રેમીઓ સાથે મોટી સંખ્યામાં લોકોએ પર્યાવરણ અને પક્ષીઓને બચાવવાની વાત સમજી છે.ચકલી ઘર માટીના બને છે.તેમજ કુંડા પણ માટીના બને છે.પતરાનું નાનું ખાલી ડબું પણ ચકલીઘર બની શકે છે. અનેક આકર્ષક ચકલીઘરો બંગલાની કે ઘરની શોભા વધારે છે. માનવજયોત સંસ્થા ભુજ દ્વારા દર વર્ષે ઉનાળાની ગરમીની શરૂઆત થતાં જ કુંડા-ચકલીઘરનું વિતરણ શરૂ કરી દેવામાં આવે છે. લોકોની જરૂરિયાત અને માંગને પહોંચી વળવા અગાઉથી જ કુંડા-ચકલીઘર તૈયાર કરાવીને રખાય છે. અનેક સંસ્થાઓ,યુવક મંડળો,મહિલા મંડળો કુંડા ઉપર સંસ્થા-મંડળનું નામ લખાવી પોતાના ગામની અંદર વિતરણ કરે છે.આમ આ જીવદયાની પ્રવૃત્તિ છેવાડાના ગામો સુધી પહોંચી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.