વિશ્વ ચકલી દિન નિમિતે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું.
વિશ્વ ચકલી દિન નિમિતે વર્ષોથી માનવ કલ્યાણ તથા પશુ-પક્ષીઓના ( સહકારી ) એવી માનવ જ્યોત સંસ્થા દ્વારા ઠેર-ઠેર પશુ-પક્ષીઓ માટે પાણીના કુંડા તથા ચકલીઘર ગોઠવવામાં આવેલ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી એ એક અમૃત સમાન હોય છે. માનવીને તો બધુ મળી રહે છે. પરંતુ પશુ-પક્ષીઓ સામે એક નજર કરીયે તો એમની તરસનું શું ? વર્ષોથી ભુજની માનવ જ્યોત સંસ્થા એ પશુ-પક્ષીઓની સહકાર બનતી રહે છે. વિશ્વ ચકલી દિનના રોજ માનવ જ્યોત સંસ્થા આ વર્ષે વધુને વધુ ચકલીઘર તથા પાણીના કુંડાનું વિતરણ પ્રયાસ કરશે તેવું જણાવવામાં આવ્યું છે. માનવીની જેમ પશુ તથા પક્ષીઓ પણ એક જીવ છે. તેથી તેમને પણ રહેઠાણ તથા પાણી એ પીવાની જરૂરિયાત રહે છે. તે સંતોષવી એ આપનો સૌનો ધર્મ છે. જે સુંદર મેસેજ માનવ જ્યોત સંસ્થા આપણને આ શુભ કાર્યાર્થે પહોંચાડે છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.