ભુજ તાલુકાનાં પાલરા જેલથી આગળ આવેલ જાફિરશા પીરની દરગાહ પાસે રોડ ઉપરકોઈ અજાણ્યા શખ્સે પોતાના કબજાની ગાડી પૂરઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો.
તા.19.3.18 : નો બનાવ
ભુજ તાલુકાનાં પાલરા જેલથી આગળ આવેલ જાફિરશા પીરની દરગાહ પાસે રોડ ઉપર અલીમામદ ઈસ્માઈલ કુંભાર તથા ઇજા પામનાર મો.સા.નં.જી.જે 06 એમ.એચ. 1501 વાળીથી જતાં હતા ત્યારે સફેદ કલરની ફોર વ્હીલ ઇન્ડિકા ગાડી નં.જી.જે 12 સી.પી.0255 વાળીના ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે બેદરકારી અને ગલફત ભરી રીતે ચલાવી સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવી અલીમામદ ઈસ્માઈલ કુંભારની મો.સા.માં ભટકાડી અલીમામદ ઈસ્માઈલ કુંભારના જમણા પગમાં તથા કમરના ભાગે તથા તેની પાછળ બેઠેલ રજાક જુસબ કુંભારને માથાના ભાગે હેમરેજ જેવી ઇજાઓ તથા શરીરે મઢ ઇજાઓ કરી ગુન્હો કર્યો.ત્યાર બાદ ભુજ બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી. ( આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.