સામખિયારી અને ભચાઉ સુધીના રોડ પર ટ્રાફિક જામ, ચાલકો ને મુશ્કેલી

કચ્છના સુરજબારી ટોલ પસાર કરી સામખિયાળી આવતાં ફરી કલાકોનો ટ્રાફિક જામ વાહનચાલકોને કનડે છે. ટોલ પર થોભતા વાહનોના કારણે અન્ય વાહનો પોતાના વારાની રાહમાં કલાકો સુાધી લાઈનમાં ઉભા રહેવા બાધ્ય બને છે. નવાઈની વાત એ છે કે, વાહનોની લાંબી કતાર લાગે તો તેમને ટોલ વગર જવા દઈ, ટ્રાફિક નિયમન કરવાની સૂચનાને ટોલ નાકાઓના સંચાલકો ધોરીધરાર ઘોળીને પી ગયા છે અને પોલીસ પણ જાણે તેમની સામે લાચાર લાગી રહી છે.અઠવાડીયામાં સરેરાષ પાંચેક વખત અહીં પાંચાથી સાત કિમી લાંબી વાહનોની કતાર લાગે છે. ગુજરાત સરકારનો પરિપત્ર છે કે, જો વાહનોનો જમાવડો થઈ જાય તો ટોલ લીધા વગર ટ્રાફિક હળવો કરવો પરંતુ અહીં તે પરિપત્રનું જાણે કોઈ અસ્તિત્વ દેખાતું નાથી અને પરિણામે લોકો નાહક જ દંડાઈ રહ્યા છે. પોલીસને પણ આ ટ્રાફિક જામ નિવારવા પુરતી સત્તાઓ છે અને જરુરીયાતના સમયમાં ટોલ ગેટ્સ ઓપન કરી ટ્રાફિક નિવારી શકાય છે પરંતુ ટોલ સંચાલકો સાથેની મીલીભગતાથી પોલીસ આ બાબતે કશું બોલતી ન હોવાનું કહેવાય છે. જ્યાં સુાધી આ માર્ગ દુરસ્ત ન થાય ત્યાં સુાધી ટોલ લેવાનું બંધ કરવું જોઈએં પરંતુ આ માટે રાજકીય સ્તરેાથી કચ્છનો એક પણ નેતા કશું બોલવા તૈયાર જ નાથી. કોસ્ટલ હાઈવે બનવો જોઈએં એવી સુફીયાણી વાતો તો થાય છે પણ જે માર્ગ હયાત છે તેની સુધારણા માટે તો કોઈ એક શબ્દ પણ બોલી શકે એમ નાથી, કેમ જાણે ટોલની પ્રસાદી તેમને પણ મળતી હોય ! હાલ ફાસ્ટેગ ફરજીયાત કરવામાં આવતાં તેને લઈને ટોલ પર ટ્રાફિક જામ થતો હોવાની દુહાઈ દેવામાં આવે છે પરંતુ એ તો હમણાંની વાત છે, એાથી પહેલાં આ જ રીેતે ટ્રાફિક જામ સર્જાતો હોય જેની કોઈ હલ થતું નથી