નેપાળી ગેંગનો આંતરરાજ્ય ઘરફોડ ચોરીનો ખેલ ખુલ્લો: એક કરોડથી વધુની 6 વણશોધાયેલી ચોરીનો આદિપુર પોલીસે ભેદ ઉકેલ્યો

image

આંતર રાજયના વણશોધાયેલ ઘરફોડ ચોરીઓના ગુનામા સંડોવાયેલ નેપાળના આરોપીઓને ઘરફોડ ચોરીમા ગયેલ મુદામાલ સાથે પકડી પાડી ભારતના અલગ-અલગ રાજયની કુલે એક કરોડ થી વધુ રકમના કુલે -૦૬ વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુના ડીટેકટ કરતી આદિપુર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓએ જીલ્લામાં બનતા મિલકત સબંધી ગુનાઓ શોઘી કાઢવા આપેલ સુચના અનુસંઘાને આદીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ પ્લોટ નં. ૧૯૨ વોર્ડ-૬/સી વાળામા તેઓના ઘરે કામવાળા તરીકે કામ કરતી નેપાળી મહીલાએ મકાન માલિકનો વિશ્વાસ કેળવી મકાન માલિક ફેમીલી સાથે બહાર જતા તેના અન્ય સાથીઓને બોલાવી તેઓ સાથે મળી ઘરફોડ ચોરી કરેલ હોય જે આરોપીઓને સત્વરે શોઘી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો ઇન્સ.શ્રી એમ.સી વાળા સાહેબ ની સુચનાથી પો.સબ ઇન્સ આર.એમ.ડુવા સાહેબ તથા આદીપુર પોલીસ સ્ટાફ દ્વારા આદીપુર પોલીસ સ્ટેશન ભાગ-એ ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૨૨૬૦૧૫૨/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૬,૩૦૫(એ),૩૩૧(૩),૫૪ મુજબનો ગુન્હો જે આજથી ચારેક માસ પહેલા દાખલ થયેલ હોય અને આ ગુન્હા કામે સંડોવાયેલ આરોપીઓના અંગત હ્યુમન ઇન્ટેલીજન્સ તથા સાઈબર કાઈમ પોલીસ સ્ટેશન ગાંધીધામ તથા લોકલ કાઈમ બ્રાન્ચ ગાંધીધામ નાઓની ટેકનીકલ ટીમની ટેકનીકલ સર્વેલન્સ મદદ મેળવી ટેકનીકલ ઈન્ટેલીજન્સ દ્વારા તપાસ કરી, ચોક્કસ દિશામા વર્કઆઉટ ચાલુ કરી તે આધારે માહિતી મેળવવાનુ ચાલુમા હોય દરમ્યાન હ્યુમનસોર્સીસ દ્વારા હકિકત મળેલ કે ઉપરોક્ત ગુન્હામા સંડોવાયેલ વર્ણન વાળી નેપાળી મહિલા જેવી મહિલાઓ આદીપુર શહેરની અલગ-અલગ સોસાયટીઓમા ફરી ઘરકામ માટે મકાન ગોતતી હોવાની ચોક્કસ ભરોસાપાત્ર હકિકત મળેલ હોય જે બાતમી હકિકત આધારે આદિપુર પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપી નેપાળી મહીલાઓને તેઓને કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા ઘરફોડ ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડી આરોપીની સઘન પુછપરછ હાથ ઘરેલ જેમા પકડાયેલ આરોપીઓએ મહારાષ્ટ્ર રાજ્યમાં પુણે ખાતે અલગ અલગ-૦૩ તેમજ કર્ણાટક રાજયના બેગ્લોર ખાતે-૦૧ મકાનમાં ઘર કામ માટે રહી મકાન માલીકનો અંગત વિશ્વાસ કેળવી ટુકા ગાળામાં ઘરફોડ ચોરીઓ આચરેલ હોવાની હકિકત જણાવેલ. જે ઘરફોડ ચોરીઓ કરેલ સોના-તેમજ અલગ વસ્તુ તેમજ રોકડ રકમ નેપાળ ખાતે પરત જઈ વેચાણ કરી મળેલ રોકડ રકમ ખાવા-પીવા તથા ફ્લાઇટ ખર્ચ તેમજ ફરવામા ખર્ચ કરી નાખેલ હોવાનુ જણાવેલ.આરોપીઓની મોડસ ઓપરેન્ડીંગ – આ કેસમાં સામેલ આરોપીઓ ભારતના વિવિધ શહેરોમાં પ્રવાસ કરતા અને પોશ વિસ્તારોમાં સ્થિત સમૃદ્ધ રહેણાંક મિલકતો ઓળખતા. ત્યારબાદ તેઓ આવા રહેઠાણોમાં ઘરના નોકર અથવા ઘરકામ કરતા તરીકે રોજગાર મેળવતા અને ધીમે ધીમે ઘરમાલિકો અને તેમના પરિવારના સભ્યોનો વિશ્વાસ મેળવતા તેમનો વિશ્વાસ મેળવ્યા પછી, આરોપીઓ ઘર વિશે માહિતી મેળવતા, જેમાં પરિવારના સભ્યોની હિલચાલ પર નજર રાખતા અને જ્યારે પણ ઘર-પરિવારના સભ્યો વધુ સમય માટે ઘર અથવા શહેરની બહાર જતા ત્યારે આરોપીઓ તેમના સાથીઓને જાણ કરતા અને ત્યારબાદ, તેમના પૂર્વ-આયોજિત કાવતરાને આગળ ધપાવવા માટે, તેઓ રહેઠાણમાં પ્રવેશ કરતા અને કિંમતી વસ્તુઓ અને અન્ય મિલકતની ચોરી કરી પરત ફ્લાઈટ તેમજ પ્રાઈવેટ વાહન મારફતે પોતાના વતન નેપાળ ખાતે જઈ ચોરી કરેલ મુદામાલ વહેચાણ કરી તેમાથી મળેલ નાંણા મોજશોખ, ફરવા તથા ફ્લાઈટ ખર્ચમાં કરવા માટે વાપરતા હતા.આમ, આરોપીઓ ઘરમાલિકો દ્વારા તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસનો દુરુપયોગ કરતા અને ચોરીને અંજામ આપતા.

ણશોધાયેલ ઘરફોડ ચોરીના શોધી કાલેલ ગુનાની વિગત :1.આદિપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.-૧૧૯૯૩૦૦૨૨૬૦૧૫૨/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૦૬,૩૩૧(૩),૫૪ મુજબ2.મહારાષ્ટ્ર પુના શહેર પીંપરી ચિંચવડ હીંજવડી પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૦૯૬૪/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૫,૩૩૧(૨),૩૩૧(૩ 3.મહારાષ્ટ્ર પુના શહેર પીપરી ચિંચવડ બાવઘન પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૦૪૮૫/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૬,૩(૫) મુજબ.4.મહારાષ્ટ્ર પુના શહેર નિગડી પોલીસ સ્ટેશન ગુ.ર.નં- ૦૨૦૭/૦૨૬ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૩૩૧(૩),૩૩૧(૪),૩૦૫,૩૦૬,૩(૫) મુજબ.- 5. મહારાષ્ટ્ર થાણે શહેર કોપરી પોલીસ સ્ટેશન ગુ.ર.નં- ૦૨૨૦/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૩૩૧(૩),૩૩૧(૪),૩૦૫,૩(૫) મુજબ.-6. બેંગલોર શહેર વ્હાઈટ ફીલ્ડ સબ ડીવિઝન અવ્વલહરી પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૦૨૯૮/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૬ મુજબ.